ઘનશ્યામ નયનમાં ગુપચુપ ભટકી - વેણીભાઇ પુરોહીત
ગઝલ ગાયકી ક્ષેત્રે આજે જગજિતસિંહનું નામ એક સીમાચિહ્ન સ્વરૂપ છે. બહુ ઓછા લોકો જાણે છે કે તેમણે પોતાની કારકીર્દીનો પ્રારંભ ગુજરાતી ફિલ્મથી કર્યો છે. અજિત મર્ચંટે તેમને ગુજરાતી ફિલ્મ 'ધરતીના છોરૂં'માં પ્રથમ ગાવાની તક આપી. આ જ ફિલ્મનું ગીત માણીયે.
સંગીત - અજિત મર્ચંટ
ઘનશ્યામ નયનમાં ગુપચુપ ભટકી ભટકી
કે વાત અચનાક મલકી,
મનની વાત અચાનક મલકી
મનનું મારૂં માનસરોવર
આવ આવ તું હંસી
ઘટગુંબજમાં બજે સુમંજુલ
સુખ વ્યાકુલ સ્વરબંસી
સુમરન જાગત ઝબકી
કે વાત અચનાક મલકી,
મનની વાત અચાનક મલકી
કે વાત અચનાક મલકી,
મનની વાત અચાનક મલકી
ફિલ્મ - ધરતીનાં છોરૂં
સ્વર - જગજિતસિંહ, સુમન કલ્યાણપુરસંગીત - અજિત મર્ચંટ
ઘનશ્યામ નયનમાં ગુપચુપ ભટકી ભટકી
કે વાત અચનાક મલકી,
મનની વાત અચાનક મલકી
મનનું મારૂં માનસરોવર
આવ આવ તું હંસી
ઘટગુંબજમાં બજે સુમંજુલ
સુખ વ્યાકુલ સ્વરબંસી
સુમરન જાગત ઝબકી
કે વાત અચનાક મલકી,
મનની વાત અચાનક મલકી
પવન લહર આ પ્રીત બાવરી
નાચત હલકી હલકી
નિશિગંધાની સોડ તજીને
મઘમઘ સોડમ છલકી
પલપલ મિલન ગીતની મટકી.
કે વાત અચનાક મલકી,
મનની વાત અચાનક મલકી
0 પ્રત્યાઘાતો:
Post a Comment