મીરાં બોલી - ઇન્દુલાલ ગાંધી
કવિ - ઇન્દુલાલ ગાંધી
રે, હું તો રંગભીની રાધિકા થઇ છું.
લોકલાજ મરજાદ શી મારે?
જ્યાં ને ત્યાં નાચી રહી છું,
રે, હું તો રંગભીની રાધિકા થઇ છું.
રાધાજી ઘૂંઘટમાં નાચે
જમનાજી પનઘટમાં નાચે
મીરાં મારગ વચમાં નાચે;
છડેચોક છબીલી થ ઇ છું,
રે, હું તો રંગભીની રાધિકા થઇ છું.
છૂટેલી વાણી મેં બાંધીઃ
તૂટ્યા તાર રહી છું સાંધી ઃ
ના રોકાજો ચડતી આંધી
જૂદી જમાતોમાં ગઇ છું;
રે, હું તો રંગભીની રાધિકા થઇ છું.
રે, હું તો રંગભીની રાધિકા થઇ છું.
લોકલાજ મરજાદ શી મારે?
જ્યાં ને ત્યાં નાચી રહી છું,
રે, હું તો રંગભીની રાધિકા થઇ છું.
રાધાજી ઘૂંઘટમાં નાચે
જમનાજી પનઘટમાં નાચે
મીરાં મારગ વચમાં નાચે;
છડેચોક છબીલી થ ઇ છું,
રે, હું તો રંગભીની રાધિકા થઇ છું.
છૂટેલી વાણી મેં બાંધીઃ
તૂટ્યા તાર રહી છું સાંધી ઃ
ના રોકાજો ચડતી આંધી
જૂદી જમાતોમાં ગઇ છું;
રે, હું તો રંગભીની રાધિકા થઇ છું.
0 પ્રત્યાઘાતો:
Post a Comment