ધેનુકાની આંખોમાં - સુરેશ દલાલ
કવિ - સુરેશ દલાલ
સ્વર, સંગીત - પુરુષોત્તમ ઉપાધ્યાય
ધેનુકાની આંખોમાં જોયા મેં શ્યામ,
હેં એના રૂંવે રૂંવે વાંસળી વાગે!
ધેનુકાની ધાબળીમાં ઝૂલે ગોકુલ,
એની વાંસળીમાં ગોપીઓ ઘેલી.
પારિજાત પાથરીને રુક્મણિજી બેઠાંને
રાધિકા તો ઝૂલતી ચમેલી.
હેં મનગમતું મોરપીંછ લ્હેરાતું જાય,
અને પોઢેલા યમુનાજી જાગે.
ધેનુકાની આસપાસ ખુલતો અવકાશ
એના રથમાં બેઠા છે મારા સારથી
ગીતાનો સાદ સૂણી ઓસરે વિષાદ
એના અંતરમાં આનંદની આરતી
હે ધેનુકાને ધબકારે ઓધવજી ઝૂલેને
મીંરા એના મોહનને માંગે.
સ્વર, સંગીત - પુરુષોત્તમ ઉપાધ્યાય
ધેનુકાની આંખોમાં જોયા મેં શ્યામ,
હેં એના રૂંવે રૂંવે વાંસળી વાગે!
ધેનુકાની ધાબળીમાં ઝૂલે ગોકુલ,
એની વાંસળીમાં ગોપીઓ ઘેલી.
પારિજાત પાથરીને રુક્મણિજી બેઠાંને
રાધિકા તો ઝૂલતી ચમેલી.
હેં મનગમતું મોરપીંછ લ્હેરાતું જાય,
અને પોઢેલા યમુનાજી જાગે.
ધેનુકાની આસપાસ ખુલતો અવકાશ
એના રથમાં બેઠા છે મારા સારથી
ગીતાનો સાદ સૂણી ઓસરે વિષાદ
એના અંતરમાં આનંદની આરતી
હે ધેનુકાને ધબકારે ઓધવજી ઝૂલેને
મીંરા એના મોહનને માંગે.
0 પ્રત્યાઘાતો:
Post a Comment