હસે આંખડી ને ઢળે ચાંદની - રમણભાઇ પટેલ
હસે આંખડી ને ઢળે ચાંદની
વિના ઊગે પૂનમની રાતડી
સાહેલડી વાટ વિનાંનું ભરેલ કોડિયું
હસે આંખડી ને ઢળે ચાંદની
ભરી ફૂલવાડી ફૂલની કૂમાશથી
વિના મનગમતાં બોલની સુવાસ રે
સાહેલડી વાટ વિનાંનું ભરેલ કોડિયું
હસે આંખડી ને ઢળે ચાંદની
મીઠી વાતોને ખીલી રહી રાતડી
વિના સંગાથે સરોવર પાળને
સાહેલડી વાટ વિનાંનું ભરેલ કોડિયું
હસે આંખડી ને ઢળે ચાંદની
(શબ્દો - પ્રીતના ગીત)
0 પ્રત્યાઘાતો:
Post a Comment