માણસ ખોવાયો છે – શ્યામ સાધુ
લગભગ દસમા ધોરણમાં આ ગઝલ ભણ્યા હતા. ત્યારથી તેની છેલ્લી પંક્તિ હ્રદયમાં ઉતરી ગઇ છે.
કવિ - શ્યામ સાધુ
પાંચ-સાત તારીખની વચ્ચે અટવાયો છે,
રહેવા દે ફૂલોની વાત, રઘવાયો છે !
જીવવા જેવી વાત ભીંતમાં ચણી છતાં પણ,
કમળપત્રની જેમ ક્યારનો કચવાયો છે !
અખબારોના ટોળાંઓમાં અક્ષર થઈને,
રોજ સવારે નાટક જેવું ભજવાયો છે !
માણસભીની મહેક નથી પણ અફવાઓ છે,
માણસ, માણસ વચ્ચે માણસ ખોવાયો છે !
(શબ્દો - શ્યામ સાધુ)
કવિ - શ્યામ સાધુ
પાંચ-સાત તારીખની વચ્ચે અટવાયો છે,
રહેવા દે ફૂલોની વાત, રઘવાયો છે !
જીવવા જેવી વાત ભીંતમાં ચણી છતાં પણ,
કમળપત્રની જેમ ક્યારનો કચવાયો છે !
અખબારોના ટોળાંઓમાં અક્ષર થઈને,
રોજ સવારે નાટક જેવું ભજવાયો છે !
માણસભીની મહેક નથી પણ અફવાઓ છે,
માણસ, માણસ વચ્ચે માણસ ખોવાયો છે !
(શબ્દો - શ્યામ સાધુ)
0 પ્રત્યાઘાતો:
Post a Comment