થાંભલીનો ટેકો ને ઓસરીની કોર - વિનોદ જોશી
કવિ - વિનોદ જોશી
થાંભલીનો ટેકો ને ઓસરીની કોર,
કણબીની છોકરીએ પાળ્યો રે મોર,
મોર ટહુકા કરે, મોર ટહુકા કરે…
એણે પાંચીકા અમથા ઉલાળ્યા,
સ્વર - વિરાજ - બિજલ
થાંભલીનો ટેકો ને ઓસરીની કોર,
કણબીની છોકરીએ પાળ્યો રે મોર,
મોર ટહુકા કરે, મોર ટહુકા કરે…
એણે પાંચીકા અમથા ઉલાળ્યા,
પછી છાતીમાં ટહુકાઓ પાળ્યા,
કાળજડું કાચુંને રેશમનો ભાર,
કાળજડું કાચુંને રેશમનો ભાર,
એલ ઘેલ પાંપણમાં નવસેરો હાર,
હાર ઝુલ્યા કરે… મોર ટહુકા કરે…
મોરપીંછાની વાત પછી ઉડી,
હાર ઝુલ્યા કરે… મોર ટહુકા કરે…
મોરપીંછાની વાત પછી ઉડી,
છેક સાતમે પાતાળ જઇ બૂડી,
ઉગમણી કેડી ને આથમણાં ગીત,
ઉગમણી કેડી ને આથમણાં ગીત,
નીચી તે નજરું ને ઉંચી તે ભીંત,
ભીંત ઝૂલ્યા કરે… મોર ટહુકા કરે…
પછી ડૂમો ઓઢીને રાત સૂતી,
ભીંત ઝૂલ્યા કરે… મોર ટહુકા કરે…
પછી ડૂમો ઓઢીને રાત સૂતી,
બેઉ આંખો અંધારામાં ખૂંપી,
સૂનમૂન ફાનસમાં અજવાળા કેદ,
સૂનમૂન ફાનસમાં અજવાળા કેદ,
નીંદરની વારતામાં ઢાંક્યાં રે ભેદ,
ભેદ ખૂલ્યાં કરે… મોર ટહુકા કરે…
ભેદ ખૂલ્યાં કરે… મોર ટહુકા કરે…
(શબ્દો - ઇશ્મિત)
0 પ્રત્યાઘાતો:
Post a Comment