જય સદગુરૂ સ્વામી - મુક્તાનંદ સ્વામી
આપ સહુને દિવાળીની હાર્દિક શુભેચ્છા. નવું વર્ષ આપના માટે સુખ અને સમૃદ્ધિની વર્ષા કરે. નવા વર્ષનો પ્રારંભ ઇશ્વરના આશીર્વાદથી કરવાની ભારતીય પરંપરા છે. તો ચાલો મુક્તાનંદ સ્વામી દ્વારા રચિત આ આરતી દ્વારા પ્રભુના આશીર્વાદ મેળવીયે. નવા વર્ષમાં એક નવા સ્વર સાથે.
રચના - મુક્તાનંદ સ્વામી
સ્વર - લલીતા ઘોડાદ્રા
સંગીત - જીતેશ ગીરી
જય સદગુરૂ સ્વામી, પ્રભુ જય સદગુરૂ સ્વામી;
સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુનામી…
(પ્રભુ જય સદગુરૂ સ્વામી)
ચરણસરોજ તમારાં, વંદુ કર જોડી, પ્રભુ વંદુ કર જોડી;
ચરણે ચિત્ત ધર્યાથી, ચરણે ચિત્ત ધર્યાથી, દુઃખ નાખ્યા તોડી…
(પ્રભુ જય સદગુરૂ સ્વામી)
નારાયણ નર ભ્રાતા, દ્વિજકુળ તનુ ધારી, પ્રભુ દ્વિજકુળ તનુ ધારી;
પામર પતિત ઉધાર્યા, પામર પતિત ઉધાર્યા, અગણિત નર નારી…
(પ્રભુ જય સદગુરૂ સ્વામી)
નિત્ય નિત્ય નૌતમ લીલા, કરતા અવિનાશી, પ્રભુ કરતા અવિનાશી;
અડસથ તિરથ ચરણે, અડસથ તિરથ ચરણે, કોટિ ગયા કાશી…
(પ્રભુ જય સદગુરૂ સ્વામી)
પુરૂશોત્તમ પ્રગટનું, જે દર્શન કરશે, પ્રભુ જે દર્શન કરશે;
કાળ કર્મથી છુટી, કાળ કર્મથી છુટી, કુટુંબ સહિત તરશે…
(પ્રભુ જય સદગુરૂ સ્વામી)
આ અવસર કરુણાનિધિ, કરુણા બહુ કીધી, પ્રભુ કરુણા બહુ કીધી;
મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ, સુગમ કરી સિધ્ધી…
(પ્રભુ જય સદગુરૂ સ્વામી)
(Lyrics - H K Shastri)
0 પ્રત્યાઘાતો:
Post a Comment