અબોલડાં - જગદિશ જોશી
આજે કવિ જગદિશ જોશીની વર્ષગાંઠ છે. તેમના માનમાં માણીયે આ કાવ્ય.
કવિ - જગદિશ જોશી
તેર વરસના અબોલડા ને બાર વરસની પ્રીત!
આ તે કેવી રીત, સજનવા ! આ તે કેવી રીત?
પગમાં ઉગ્યાં વન અને આંખોમાં સૂકો દરિયો
ગઢના ઝૂક્યા ઝરૂખડાને ખૂંચે છે કાંકરિયો;
ભવ આ ભાંગી રાત બની ગઇ દિવસ થકી વંચિતઃ
તેર વરસના અબોલડા ને બાર વરસની પ્રીત.
નહીં વરસેલા મેઘ ને એના પડછાયા ગૂંગળાય;
બંધ હોઠની વાત ક્યારની વીજ થઇ અમળાય;
ખડકી આગળ ખીણ ધૂંધળી, રણમાં રડે પછીતઃ
તેર વરસના અબોલડા ને બાર વરસની પ્રીત!
0 પ્રત્યાઘાતો:
Post a Comment