તારા વિના શ્યામ મને એકલડું લાગે
આજે નવરાત્રીનો અંતિમ દિવસ છે. જાણે હજી હમણા જ નવરાત્રી ચાલુ થઇ હતી અને હમણા જ પૂરી થઇ ગઇ તેમ લાગે છે. વળી ત્રીજનો ક્ષય હોવાને કારણે એક નોરતું પણ ઓછું હતું. બસ માતાજીને એટલી જ પ્રાર્થના કે આવતા વર્ષે નવરાત્રી જલ્દીથી આવે. માતાજીની કૃપા આપ સહુ પર સદા રહે તેવી શુભેચ્છા સાથે માણીયે આ રાસગીત.
જેમ કૃષ્ણ વિના રાસ અધૂરા છે તેમ આ ગીત વગર રાસગીતો અધૂરાં છે. મન મૂકીને તેને માણિયે.
શ્યામ….. શ્યામ…. શ્યામ…. શ્યામ…
તારા વિના શ્યામ મને એકલડું લાગે,
રાસ રમવાને વહેલો આવજે (2)
તારા વિના શ્યામ મને એકલડું લાગે,
રાસ રમવાને વહેલો આવજે (2)
તારા વિના શ્યામ…. (2)
શરદપૂનમની રાતડી,
ચાંદની ખીલી છે ભલીભાતની (2)
તું ન આવે તો શ્યામ,
રાસ જામે ન શ્યામ,
રાસ રમવાને વહેલો આવ… આવ… આવ… શ્યામ
તારા વિના શ્યામ…. (2)
ગરબે ધુમતી ગોપીઓ,
સુની છે ગોકુળની શેરીઓ (2)
સુની સુની શેરીઓમાં,
ગોકુળની ગલીઓમાં,
રાસ રમવાને વહેલો આવ… આવ… આવ… શ્યામ.
તારા વિના શ્યામ…. (2)
અંગ અંગ રંગ છે અનંગનો,
રંગ કેમ જાય તારા સંગનો (2)
તું ન આવે તો શ્યામ,
રાસ જામે ન શ્યામ,
રાસ રમવાને વહેલો આવ… આવ… આવ… શ્યામ.
તારા વિના શ્યામ…. (2)
શ્યામ….. શ્યામ…. શ્યામ…. શ્યામ…
(શબ્દો - દિવ્ય ભાસ્કર)
0 પ્રત્યાઘાતો:
Post a Comment