પરીરાણી તમે આવો ને - બાળગીત
બાળપણમાં દરેકે પરીની વાર્તા તો ચોક્કસ માણી જ હશે. પરીની વાતો, કથાઓ દરેકના બાળપણનું એક મહત્વનું અંગ છે. આજે એક પરીગીત માણીયે.
બાળગીત
પરીરાણી તમે આવો રે,
ઉડતાં ઉડતાં દેશ તમારે,
મુજને પણ લઇ જાઓ.
પરીના દેશમાં રંગરંગીલી,
ફૂલોની ફૂલવારી રે,
પતંગીયા તો રંગબેરંગી
રમતા સાતતાળી રે.
એમની સાથે રમવા ને પણ
મુજને પણ લઇ જાઓ.
સોનેરી પંખીઓ ગાતા,
દૂધની નદીઓ વહેતી રે,
હંસ હંસલીની જોડી ત્યાં,
મોતીચારો ચણતી રે
પંખીઓના ગીત સુણવા
મુજને પણ લઇ જાઓ રે.
0 પ્રત્યાઘાતો:
Post a Comment