ચેત રે મછંદર ગોરખ આયા - ગોરખનાથ
‘ચેત મછંદર ગોરખ આયા.’ મછંદર અને ગોરખનું નામ કોઇનાથી અજાણ્યું નથી. આ ગીતને સમજવા માટે સૌથી પહેલા એ સંદર્ભો સમજી લેવા જેવા છે. મત્સ્યેન્દ્રનાથ નામના યોગીએ વિષય સુખના અનુભવ માટે કોઇક મરણ પામેલા રાજાના શરીરમાં પ્રવેશ કરીને કારભાર ચલાવ્યો હતો. રાજાના શરીરમાં કોઇ દિવ્ય-આત્માના સંચારને લીધે અને કારોબાર વ્યવસ્થિત થવાને લીધે નગર સુખી થઇ ગયું હતું. એટલે રાજ્યના બુઘ્ધિશાળી મંત્રીઓએ વિચાર્યું કે આપણા રાજાના શરીરમાં કોઇ દિવ્ય યોગીએ પ્રવેશ કર્યો હશે. એ યોગી રાજાના શરીરમાંથી પાછા ના નીકળી જાય એવા ઉપાય કરવા માટે રાણીઓને સમજાવીને રાજાને વશ કરવાનું કહ્યું.
રાણીઓના વર્તન, શૃંગાર અને પ્રેમના મોહને લીધે મત્સ્યેન્દ્ર પોતાના શરીરને પણ ભૂલી ગયા અને રંગ-રાગમાં ડૂબી ગયા. ગુરૂની શોધ કરવા નીકળેલો ગોરક્ષ નામનો મત્સ્યેન્દ્રનો શિષ્ય ફરતાં-ફરતાં ત્યાં આવી ગુરૂને આ મોહમાંથી બ્હાર કાઢવાનો પ્રયત્ન કરે છે. ગોરખ રાણીઓને સંગીત વિદ્યા શીખવવા તેમના અંતઃપુરમાં રહે છે. અને લાગ જોઇને ગોરખે ગુરૂ મછંદરને તત્વબોધ વડે સમજાવ્યા. મછંદરને વિષય વાસના દૂર થાય છે અને એ પોતાના પ્રથમ શરીરમાં પાછા ફરે છે.
આ ઘટના આધારીત આ ગીત છે. તેના શબ્દો ઘણા સમજાતા નથી. કોઇ મદદ કરે તો સારૂં છે.
કવિ - ગોરખનાથ
ચેત રે મછંદર ગોરખ આયા,
ગુરૂ, આ જે કે તેના ચેલાજી
અવળ નીંદ્રામાં તમે સૂતા મારા દેવ ગુરૂ
તમે રે ગુરૂ ને અમે ચેલા જી.
એક જ બુંદથી સૃષ્ટી રચાઇ
અનેક બુંદ ત્યાં ખોયા જી,
ગયેલા રે ****
મુએલા રે બુંદને શું લોયાજી.
સૂરતા રે ધારી આવું ઘટના રે ઘમસી
પરધન પામવા સહસા રે
વચન લોપી અરે મારા નાથજી રે
કેડી એની વણ જો મારા કરતાં રે.
(પ્રસ્તાવના - ગુજરાત સમાચાર)
0 પ્રત્યાઘાતો:
Post a Comment