મન માને, તબ આજ્યો - ઉશનસ
કવિ ઉશનસ હવે આપણી વચ્ચે નથી રહ્યા. તેમને હ્રદયપૂર્વક શ્રદ્ધાંજલી અર્પીયે આ ગીત દ્વારા.
કવિ - ઉશનસ
સ્વર - ઐશ્વર્યા મજુમદાર
સંગીત - અમર ભટ્ટ
મન માને, તબ આજ્યો
માધો, મન માને તબ આજ્યો રે.
આ ઘડીએ નહીં રોકું,
રોક્યું કોણ અહીં રોકાશે?
લ્યો, ખોલી દીધા દરવાજા,
વીંટળાયા અવકાશે,
મનભાવન ઘર જાજ્યો રે.
ખત નહીં લખીએ, નહીં લખલખીએ,
નહીં કહીએ કે ‘તેડો’,
કોઇ દન અહીં થઇ પાછા વળજ્યો,
એટલું જાચે નેડો.
બે ઘડી રોકાઇ જાજ્યો રે.
મૂકી ગયા જે પગલાં
તેની ધડકે હજીયે ધૂળ,
વિરહાને નહીં થાક, અમો તો
હરઘડીનાં વ્યાકુળ,
હર ટહુકો દરદે તાજો રે, માધો.
મન માને તબ આજ્યો.
(શબ્દો - લોકસાહિત્ય)
કવિ - ઉશનસ
સ્વર - ઐશ્વર્યા મજુમદાર
સંગીત - અમર ભટ્ટ
મન માને, તબ આજ્યો
માધો, મન માને તબ આજ્યો રે.
આ ઘડીએ નહીં રોકું,
રોક્યું કોણ અહીં રોકાશે?
લ્યો, ખોલી દીધા દરવાજા,
વીંટળાયા અવકાશે,
મનભાવન ઘર જાજ્યો રે.
ખત નહીં લખીએ, નહીં લખલખીએ,
નહીં કહીએ કે ‘તેડો’,
કોઇ દન અહીં થઇ પાછા વળજ્યો,
એટલું જાચે નેડો.
બે ઘડી રોકાઇ જાજ્યો રે.
મૂકી ગયા જે પગલાં
તેની ધડકે હજીયે ધૂળ,
વિરહાને નહીં થાક, અમો તો
હરઘડીનાં વ્યાકુળ,
હર ટહુકો દરદે તાજો રે, માધો.
મન માને તબ આજ્યો.
(શબ્દો - લોકસાહિત્ય)
0 પ્રત્યાઘાતો:
Post a Comment