હેલી - ભગવતીકુમાર શર્મા
કવિ - ભગવતીકુમાર શર્મા
સ્વર,સંગીત - સોલી કાપડીયાહેલી હેલી હેલી રે !
આ તો હરિનામની હેલી રે!
ઘેલી, ઘેલી, ઘેલી રે !
મારી રગ રગ પલળે ઘેલી રે!
સનન સનન આ હરિરસ ચોગમ વરસે અનરાધાર,
જલ ત્યાં થલ ને થલ ત્યાં જલ, સહુ ભીંજે આરંપાર.
મેલી, મેલી, મેલી રે!
અમે માંહ્યલી મરજાદ મેલી રે!
ઠેલી, ઠેલી, ઠેલી રે !
અમે ઠામુકી દુનિયા ઠેલી રે!.
સાત જનમના તૂટે તાંતણા, વીજળીને ઝબકારે,
ભવભવ કેરી તરસ બુઝાતી હરિરસ મૂશળધારે.
વેલી, વેલી, વેલી રે!
ખીલી હરિ-વ્હાલની વેલી રે!
ડેલી, ડેલી, ડેલી રે!
મારી સુગંધ લથબથ ડેલી રે!
(શબ્દો - ગદ્યસૂર)
0 પ્રત્યાઘાતો:
Post a Comment