મીઠી મીઠી તે સખી -'રસકવિ' રઘુનાથ બ્રહ્મભટ્ટ
આજે રસકવિની ૧૨૦મી વર્ષગાંઠ છે. ગુજરાતી નાટ્યસૃષ્ટી પર પ્રણયગીતોની રસમાળા રજૂ કરનાર રસકવિ ગુજરાતી ગીતસ્રૂષ્ટીની એક અમૂલ્ય જણસ છે. આ પ્રસંગે માણીયે આ સુંદર ગીત.
મીઠી મીઠી તે સખી વ્રજની તે વાટલડી
મધુરાં છે યમુનાના નીર,
ગોવિંદ ધામ મીઠાં મીઠાં રે.
મધુરાં તે તીર સમીર,
ગોવિંદ નામ મીઠાં મીઠાં રે.
અવનીને આંગણીયે સોહે સોહામણો મધુવનમાં વૃંદાવન કૂંજ
એ રે રસકૂંજમાં હું રમતી'તી
શોધંતી જ્યોતિનાં પૂંજ
ગોવિંદ નામ મીઠાં મીઠાં રે.
ગોવિંદ ધામ મીઠાં મીઠાં રે.
તનમાં ગોવિંદ, મારા મનમાં ગોવિંદ,
મારે નયને ગોવિંદ નિત્ય નાચે,
આશા ગોવિંદ, મારી શ્રદ્ધા ગોવિંદ,
પ્રાણે પ્રાણે ગોવિંદ નામ ગૂંજે.
ગોવિંદ નામ મીઠાં મીઠાં રે.
ગોવિંદ ધામ મીઠાં મીઠાં રે.
ગોવિંદ ધામ મીઠાં મીઠાં રે.
0 પ્રત્યાઘાતો:
Post a Comment