મુને અંધારા બોલાવે - વેણીભાઇ પુરોહિત
ફિલ્મ - કંકુ
કવિ -વેણીભાઇ પુરોહિત
સ્વર - હંસા દવે
સંગીત - દિલીપ ધોળકીયા
મુને અંધારા બોલાવે, મુને અજવાળા બોલાવે.
હું વનવગડાંમાં પેઠી છું, હું લાગણીયોથી હેઠી છું.
હું બહેરી થઇને બેઠી છું, મને લાજશરમ લલચાવે.
આ રાત હ્રદયમાં થાકી છે, આ પ્રીતની પાની પાકી છે,
આ સુખને દુઃખ પણ બાકી છે, મને સપનાં સળગાવે.
આ લીલાવનને માંડવડે આ પાનેતરને પાલવડે,
આ જીવતર ઝઘડે મારગડે, મુને હોશ વિના હરખાવે.

0 પ્રત્યાઘાતો:
Post a Comment