ચાંદનીએ જઇ ચંદ્રમાને કહ્યું - ગીત
એક સુંદર ગઝલ, એક સુંદર અવાજમાં.
સ્વર - આશા ભોંસલે, સુરેશ વાડેકરચાંદનીએ જઇ, ચંદ્રમાને કહ્યું, કે પુકારી મને તો સતાવો નહીં,
ચંદ્રમા એ કહ્યું,એ પુકારે પ્રીતમ, તો ભલે આપ આવો,કે આવો નહીં.
હોઠે અડાડીને મુરલી વગાડી, નીંદરથી તે મુજને અમથી જગાડી,
વ્હાલથી વાંસળી છેડી મેં તો લીધી, તો પછી આપ બહાનું બતાવો નહીં.
તું મારી સરિતાને હું છું કિનારો, હૈયાની હોડી સુકાની તુ મારો,
મંદ લ્હેરે પવન છેડે તારું કવન, પછી આપ રૂપને છુપાવો નહીં.
ચોરીથી મળવાનું છે કેવું ન્યારું, જુદુ છે જગથી મિલન તારું મારું,
જ્યોત પ્રીતની મળી ને થઇ એક છે, પછી આપ મનમાં મુંઝાવો નહીં.
0 પ્રત્યાઘાતો:
Post a Comment