આજ મને મોરપિચ્છના શુકન - રમેશ પારેખ
કવિ - રમેશ પારેખ
સ્વર -અનાર શાહ
સંગીત - અમર ભટ્ટ
આજ મને મોરપિચ્છ ના શુકન થયા સખી.....
ચપટી નીંદર વીણવા અમે ટેવના માર્યા બોરડી કને ગયા સખી
આજ મને મોરપિચ્છ ના શુકન થયા સખી.....
આજ રાબેતાભેર હું મારે ઘેર ન પછી આવી
કોઈ મને ઘેર લાવ્યું કે હું ઘેર કોઈ ને લાવી ???
પાસપાસે અણસાર જેવું પણ નીરખ્યું તો મોસૂઝણાં છેટા રહ્યા, સખી
આ મને મોરપિચ્છ ના શુકન થયા સખી .....
મોર વિનાનું પીછ દીઠું રે પીછ વિના નો મોર
કોણ જાણે, પણ કીકીઓ કરે ઢેલ સમો કલશોર
મોર ને એનું કોઈ ચોમાસું સાંભરી આવે એટલા લોચન વહ્યા, સખી

(શબ્દો - અત્રેથી)
0 પ્રત્યાઘાતો:
Post a Comment