નયણાં - વેણીભાઇ પુરોહિત
આજે આપણા પ્રિય કવિ વેણીભાઇની ૯૬મી વર્ષગાંઠ. તેમને સ્વરાંજલિ અર્પીએ આ ગીત દ્વારા. નાનપણમાં શાળામાં આ કાવ્ય ભણ્યા હતા. ત્યારથી મનમાં વસી ગયેલ કાવ્ય.
કવિ - વેણીભાઇ પુરોહિત
સ્વર, સંગીત - અનિલભાઇ ધોળકિયા
ઊનાં રે પાણીનાં અદભુત માછલાં -
એમાં આસમાની ભેજ,
એમાં આતમાનાં તેજ :
સાચાં તોયે કાચાં જાણે કાચનાં બે કાચલાં :
ઊનાં રે પાણીનાં અદભુત માછલાં.
સાતે રે સમદર એના પેટમાં,
છાની વડવાનલની આગ,
અને પોતે છીછરાં અતાગ :
સપનાં આળોટે એમાં છોરું થઈને ચાગલાં :
ઊનાં રે પાણીનાં અદભુત માછલાં.
જલના દીવા ને જલમાં ઝળહળે,
કોઈ દિન રંગ ને વિલાસ,
કોઈ દિન પ્રભુ ! તારી પ્યાસ,
ઝેર ને અમરત એમાં આગલાં ને પાછલાં :
ઊનાં રે પાણીનાં અદભુત માછલાં.
(શબ્દો - લયસ્તરો)
0 પ્રત્યાઘાતો:
Post a Comment