ઉપેક્ષામાં નહીં તો - જવાહર બક્ષી
કવિ - જવાહર બક્ષી
સ્વર, સંગીત - પુરુષોત્તમ ઉપાધ્યાય
ઉપેક્ષામાં નહીં તો બીજું તથ્ય શું છે,છે બસ એક એની મના નો અનુભવ;
મળ્યાનો વળી બીજો આનંદ શું છે, સિવાય એક એની રજાનો અનુભવ.
હરણ તરસે મારું આ હાંફી રહ્યું છે, પ્રથમ એને પાણી પિવાડો લોકો
તરત એ બિચારાને એ તો ન પૂછો, કે કેવો હતો ઝાંઝવાનો અનુભવ.
મને થોડી અગવડ પડી રહીતી એથી, ‘ફના’ ઘર બદલતાં ઘર બદલીજ નાખ્યું
પરંતુ નવા ઘરમાં સામાન સાથે, મેં બાંધ્યો છે જુની જગાનો અનુભવ.
(શબ્દો - પ્રીતના ગીત)

0 પ્રત્યાઘાતો:
Post a Comment