આ દુનિયા દુકાનદારી - અવિનાશ વ્યાસ
કવિ, સંગીત - અવિનાશ વ્યાસ
સ્વર - અભરામ ભગત
આ દુનિયા દુકાનદારી રે
સ્વર - અભરામ ભગત
આ દુનિયા દુકાનદારી રે
માથે બેઠો એક વેપારી
જેવું રે દેતો એવું રે લેતો
એના ઘરાક સૌ સંસારી રે
માથે બેઠો એક વેપારીઆ
જેનું ખાતું જેવું રે બોલે
એવું એ ત્રાજવડે તોલે
એનો ભાવ તો સદા સરીખો
ધનિક કે ભીખારી રે
માથે બેઠો એક વેપારી
સદાય સાચો કદી ન ખોટો
નફો સદા એને કદી ન તોટો
કદી ન ધોખો એનો હિસાબ ચોખો
એને કદી નથી નાદારી રે
સોની રે કેવો સોનુ રે મોંઘુ
તોળે તુલસીને પાને
ધોબી કેવો કે પાપ પરાયા ધોતો તાણેવાણે રે
વૈદડો કેવો વૈદડો કેવો કે
નાડ રોગીની નસનસમાં એ પેંછાણે રે
શેઠિયો કેવો કે એની થાળી
સદા ભરેલી ભાણે
એનો ધંધો કદી ન અંધો
એવો ધંધાદારી રે.
(શબ્દો - ભજન)
0 પ્રત્યાઘાતો:
Post a Comment