નવધા રે ભક્તિ - ગંગાસતી
કવિ - ગંગાસતી
નવધા રે ભક્તિમાં નિરમળ રહેવું રે, રાખવો વચનનો વિશ્વાસ રે
સદ્દગુરુને પૂછીને પગલાં ભરવાં ને, થઇને રહેવું ગુરૂનાદાસ રે.
રંગરૂપમાં રમવું નહિ ને, કરવો ભજનનો અભ્યાસ રે
સદ્દગુરુ સંગે કાયમ રહેવું ને,તજી દેવી ફળની આશ રે.
સ્વર - કવિતા કૃષ્ણમૂર્તિ
નવધા રે ભક્તિમાં નિરમળ રહેવું રે, રાખવો વચનનો વિશ્વાસ રે
સદ્દગુરુને પૂછીને પગલાં ભરવાં ને, થઇને રહેવું ગુરૂનાદાસ રે.
રંગરૂપમાં રમવું નહિ ને, કરવો ભજનનો અભ્યાસ રે
સદ્દગુરુ સંગે કાયમ રહેવું ને,તજી દેવી ફળની આશ રે.
દાતાને ભોક્તા હરિ, એમ કહેવું ને, રાખવું નિરમળ જ્ઞાન રે
સદ્દગુરુ ચરણમાં શીશ નમાવવું ને, ધરવું ગુરુજીનું ધ્યાન ર.

અભ્યાસીને એવી રીતે રહેવું , જાણવો વચનનો મરમ રે
ગંગાસતી એમ બોલિયાં રે પાનબાઇ, છોડી દેવાં અશુદ્ધ કરમ રે.
(શબ્દો - આનંદઆશ્રમ)
0 પ્રત્યાઘાતો:
Post a Comment