કરીને મહોબત - બાલુભાઇ પટેલ
કવિ - બાલુભાઇ પટેલ
સ્વર - હંસા દવે
થશે બુરી હાલત, અજાણ્યા ન થાઓ.
મળો રૂબરૂ તો કહો કંઇક તમે આ,
છુપાવી હકીકત અજાણ્યાં ન થાઓ.
હજી આપણી જિંદગી છે અધૂરી,
કરીને શરારત, અજાણ્યા ન થાઓ.
મને પણ ગુનેગાર સાબિત કરીને
ભરીને અદાલત અજાણ્યા ન થાઓ.
વફા કોઇ મારી સમજતું નથી ત્યાં,
કરીને શિકાયત અજાણ્યા ન થાઓ.
0 પ્રત્યાઘાતો:
Post a Comment