ચકરાવો લેતા કોઇ પંખી - સુરેશ દલાલ
કવિ - સુરેશ દલાલ
સ્વર - હંસા દવે
સંગીત - પુરુષોત્તમ ઉપાધ્યાય
ચકરાવો લેતા કોઇ પંખીની જેમ મને
વીંટે છે યાદ એક તારી.
તારી આ કેવી મુને લગની કે મારી અહીં
એકે પળ હોય નહીં કુંવારી
સોનાનું ગીત લઇ મહેંકે સવારભર
બપોરે ઉગે તારી છાયા
સાંજેને સમે હું તારી સંગાથે ચાલું
એના અંધારે પગલાં પરખાયા
મળવાને ચોગમ છે ખુલ્લા દ્વાર
અને ઉધડી છે એક એક બારી.
તારી આ કેવી મુને લગની કે મારી અહીં
એકે પળ હોય નહીં કુંવારી
પીળચટ્ટા ફૂલ લઇ લ્હેરાતું વૃક્ષ
લીલા પર્ણોમાં મોરલાની કૈંકા કૈંકા કૈંકા
ડાળીની વચ્ચે આ ઉજળા આકાશે
તારા ચહેરાની છલકાતી રેખા
વાણીની ઝાંય મહીં અળપાઇ જાય એવા
શમણાઓ ઉમટે અલગારી
તારી આ કેવી મુને લગની કે મારી અહીં
એકે પળ હોય નહીં કુંવારી
સ્વર - હંસા દવે
સંગીત - પુરુષોત્તમ ઉપાધ્યાય
ચકરાવો લેતા કોઇ પંખીની જેમ મને
વીંટે છે યાદ એક તારી.
તારી આ કેવી મુને લગની કે મારી અહીં
એકે પળ હોય નહીં કુંવારી
સોનાનું ગીત લઇ મહેંકે સવારભર
બપોરે ઉગે તારી છાયા
સાંજેને સમે હું તારી સંગાથે ચાલું
એના અંધારે પગલાં પરખાયા
મળવાને ચોગમ છે ખુલ્લા દ્વાર
અને ઉધડી છે એક એક બારી.
તારી આ કેવી મુને લગની કે મારી અહીં
એકે પળ હોય નહીં કુંવારી
પીળચટ્ટા ફૂલ લઇ લ્હેરાતું વૃક્ષ
લીલા પર્ણોમાં મોરલાની કૈંકા કૈંકા કૈંકા
ડાળીની વચ્ચે આ ઉજળા આકાશે
તારા ચહેરાની છલકાતી રેખા
વાણીની ઝાંય મહીં અળપાઇ જાય એવા
શમણાઓ ઉમટે અલગારી
તારી આ કેવી મુને લગની કે મારી અહીં
એકે પળ હોય નહીં કુંવારી
0 પ્રત્યાઘાતો:
Post a Comment