કંકુ છાંટી કંકોતરી મોકલી - લગ્નગીત
કંકુ છાંટી કંકોતરી મોકલી,
એમા લખીયું લાડકડાનું નામ રે
માણેકસ્થંભ રોપીયો.
કેસર છાંટી કંકોતરી મોકલી,
એમા લખીયું લાડકડીનું નામ રે
માણેકસ્થંભ રોપીયો.
પહેલી કંકોતરી કાકા ઘેરે મોકલી,
કાકા હોંશે ભત્રીજો પરણાવો રે,
માણેકસ્તંભ રોપીયો.
બીજી કંકોતરી મામા ઘેરે મોકલી,
મામા હોંશે મોસાળું લઇ આવો રે,
માણેકસ્તંભ રોપીયો.
ત્રીજી કંકોતરી બેની ઘેરે મોકલી,
બેની હોંશે લગન મ્હાલવા આવો રે,
માણેકસ્તંભ રોપીયો.
0 પ્રત્યાઘાતો:
Post a Comment