હું તો જાઇશ ગિરિધર જોવા - 'પ્રેમસખી' પ્રેમાનંદ
કવિ - 'પ્રેમસખી' પ્રેમાનંદ
સ્વર - સ્વામી ઘનશ્યામપ્રકાશદાસજી
હું તો જાઇશ ગિરિધર જોવા રે,
મા મુને વારીશ મા,
મારા ઉરમાં છબિલાજીને ખોવા રે
નેણલે મારીશ મા.
જાઇશ જોવા હું તો નંદજીનો લાલો,
હા રે મુને પરમ સ્નેહી લાગે વ્હાલો રે
મા મુને વારીશ મા.
છેલછબિલો વ્હાલો કુંજનો વિહારી,
હા રે એતો જીવન દોરી છે મારી રે
મા મુને વારીશ મા,
વારિશ મારે તુંને કહું છું રે વે'લું
હું તો માથુ જાતા નહીં મેલુ.
મા મુને વારીશ મા,
પ્રેમાનંદના સ્વામીને સારું
હારે કુરબાન કર્યું જીવન મારું રે
મા મુને વારીશ મા,
સ્વર - સ્વામી ઘનશ્યામપ્રકાશદાસજી
હું તો જાઇશ ગિરિધર જોવા રે,
મા મુને વારીશ મા,
મારા ઉરમાં છબિલાજીને ખોવા રે
નેણલે મારીશ મા.
જાઇશ જોવા હું તો નંદજીનો લાલો,
હા રે મુને પરમ સ્નેહી લાગે વ્હાલો રે
મા મુને વારીશ મા.
છેલછબિલો વ્હાલો કુંજનો વિહારી,
હા રે એતો જીવન દોરી છે મારી રે
મા મુને વારીશ મા,
વારિશ મારે તુંને કહું છું રે વે'લું
હું તો માથુ જાતા નહીં મેલુ.
મા મુને વારીશ મા,
પ્રેમાનંદના સ્વામીને સારું
હારે કુરબાન કર્યું જીવન મારું રે
મા મુને વારીશ મા,
0 પ્રત્યાઘાતો:
Post a Comment