તમને સમય નથી - બાપુભાઇ ગઢવી
કવિ - બાપુભાઇ ગઢવી
સ્વર, સંગીત - અતુલ પુરોહીત
તમને સમય નથી અને મારો સમય નથી;
કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી !
વીસરી જવું એ વાત મારા હાથ બહાર છે,
ને યાદ રાખવું એ તમારો વિષય નથી !
રોકી રહી છે તમને તમારી શરમ, અને
મારા સિવાય મારે બીજો કોઈ ભય નથી !
હું ઈન્તજારમાં ને તમે હો વિચારમાં,
એ પણ છે શરૂઆત, કૈં આખર-પ્રલય નથી !
એવું નથી કે એળે ગઈ મારી ઝંખના
એવું નથી કે સાવ તમારે હૃદય નથી !
સ્વર, સંગીત - અતુલ પુરોહીત
તમને સમય નથી અને મારો સમય નથી;
કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી !
વીસરી જવું એ વાત મારા હાથ બહાર છે,
ને યાદ રાખવું એ તમારો વિષય નથી !
રોકી રહી છે તમને તમારી શરમ, અને
મારા સિવાય મારે બીજો કોઈ ભય નથી !
હું ઈન્તજારમાં ને તમે હો વિચારમાં,
એ પણ છે શરૂઆત, કૈં આખર-પ્રલય નથી !
એવું નથી કે એળે ગઈ મારી ઝંખના
એવું નથી કે સાવ તમારે હૃદય નથી !
(શબ્દો - ફેસબુક પરથી)
0 પ્રત્યાઘાતો:
Post a Comment