Thursday 19 April 2012

ભોળી રે ભરવાડણ - નરસિંહ મહેતા

કવિ - નરસિંહ મહેતા
સ્વર - હેમા દેસાઇ
સંગીત - આસિત દેસાઇ




ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી;
સોળ સહસ્ત્ર ગોપીનો વહાલો, મટુકીમાં ઘાલી.

અનાથના નાથને વેચે આહિરની નારી;
શેરીએ-શેરીએ સાદ પાડે : લ્યો કોઈ મોરારિ.

મટુકી ઉતારી, માંહી મોરલી વાગી;
વ્રજનારીને મુખ જોતાં મૂરછા લાગી.

બ્રહ્માદિક ઇન્દ્રાદિક સરખા કૌતક એ દેખે;
ચૌદ લોકના નાથને કાંઈ મટુકીમાં દેખે.

ગોવાલણીના ભાગ્યે પ્રગટ્યા અંતરયામી;
દાસલડાંને લાડ લડાવે નરસૈંનો સ્વામી.

(શબ્દો - વેબમહેફીલ)

0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP