ભમરા સરખું મારું મનડું - રમેશ ગુપ્તા
કવિ - રમેશ ગુપ્તા
સ્વર - મુકેશ
સંગીત - જયંતી જોશી
ભમરા સરખું મારું મનડું,
જુએ ના હાય વનવગડું.
ભમતું ફરે છે ક્યાં ક્યાં,
ભટક્યાં કરે છે જ્યાં ત્યાં,
શું કરું રે બેની શું કરું.
જુએ ના દિન રાત રે,
બેની માને ના મારી કોઇ વાત રે.
કોઇ મારો સંદેશો લઇ જાય,
ભટકે છે એ જઇને ત્યાં
શું કરું રે બેની શું કરું.
રૂપનો લોલુપ જોગી,
વાસનાનો એ ભોગી,
વાસનાએ દોરી,
ગૌરીના નૈન નિહાળી,
ભોળી રંભાને ભાળી,
મારે છે ફાંફાં બેની,
શું કરું રે બેની શું કરું.
સ્વર - મુકેશ
સંગીત - જયંતી જોશી
ભમરા સરખું મારું મનડું,
જુએ ના હાય વનવગડું.
ભમતું ફરે છે ક્યાં ક્યાં,
ભટક્યાં કરે છે જ્યાં ત્યાં,
શું કરું રે બેની શું કરું.
જુએ ના દિન રાત રે,
બેની માને ના મારી કોઇ વાત રે.
કોઇ મારો સંદેશો લઇ જાય,
ભટકે છે એ જઇને ત્યાં
શું કરું રે બેની શું કરું.
રૂપનો લોલુપ જોગી,
વાસનાનો એ ભોગી,
વાસનાએ દોરી,
ગૌરીના નૈન નિહાળી,
ભોળી રંભાને ભાળી,
મારે છે ફાંફાં બેની,
શું કરું રે બેની શું કરું.
ભ્રમણાની દોરી નથી તૂટતી રે, નથી તૂટતી,
એની કુટેવો નથી છૂટતી રે, નથી છૂટતી,
એને કોઇનું નથી બંધાણ ન કોઇનું દબાણ,
મન જઇને મેલે, શું કરું રે બેની શું કરું.
0 પ્રત્યાઘાતો:
Post a Comment