સઘળું અંતર પળ મહીં - આદિલ મનસૂરી
કવિ - આદિલ મનસૂરી
સ્વર, સંગીત - અમર ભટ્ટ
સઘળું અંતર પળ મહીં કાપી શકું
અર્ધા ડગલામાં બધું માપી શકું.
એક એવી ચોપડી કરવી હજી
સંઘરેલું મૌન જ્યાં છાપી શકું.
એક આ તાઝા ગઝલની અંજલિ
કોઈને બીજું તો શું આપી શકું.
ઈક ગઝલ આદિલ જરા અંગત, અને
કોઈ સન્મુખ હો તો આલાપી શકું.
(શબ્દો - બંસીનાદ)
સ્વર, સંગીત - અમર ભટ્ટ
સઘળું અંતર પળ મહીં કાપી શકું
અર્ધા ડગલામાં બધું માપી શકું.
એક એવી ચોપડી કરવી હજી
સંઘરેલું મૌન જ્યાં છાપી શકું.
એક આ તાઝા ગઝલની અંજલિ
કોઈને બીજું તો શું આપી શકું.
ઈક ગઝલ આદિલ જરા અંગત, અને
કોઈ સન્મુખ હો તો આલાપી શકું.
(શબ્દો - બંસીનાદ)
0 પ્રત્યાઘાતો:
Post a Comment