છેલ કરો ના છમકલું - અવિનાશ વ્યાસ
કવિ - અવિનાશ વ્યાસ
સ્વર - અનુરાધા પૌંડવાલ
મારે માથે મટુકીનો ભાર, છેલ કરો ના છમકલું,
હું તો કેડી માથે એકલડી નાર...
ગામલોક જુએ, જુએ પરબડીનું ચકલું,
જુએ મને ડુંગરો ને જુએ ને તણખલું,
પાણી ભરવા જાતાં બોલો કેમ ભરું હું ડગલું
હું તો હારી મારા હૈયાનો હાર..
છેલ કરો ના છમકલું.
જોને મારી ફરીફરી લોક કરે મશકરી,
સુણી મારા છેડલાથી હું તો જાઉ મરીમરી,
આતો મારે તું આંખડીઓનો માર...
સ્વર - અનુરાધા પૌંડવાલ
મારે માથે મટુકીનો ભાર, છેલ કરો ના છમકલું,
હું તો કેડી માથે એકલડી નાર...
ગામલોક જુએ, જુએ પરબડીનું ચકલું,
જુએ મને ડુંગરો ને જુએ ને તણખલું,
પાણી ભરવા જાતાં બોલો કેમ ભરું હું ડગલું
હું તો હારી મારા હૈયાનો હાર..
છેલ કરો ના છમકલું.
જોને મારી ફરીફરી લોક કરે મશકરી,
સુણી મારા છેડલાથી હું તો જાઉ મરીમરી,
આતો મારે તું આંખડીઓનો માર...
0 પ્રત્યાઘાતો:
Post a Comment