નંદલાલ નહિ રે આવું - મીરાંબાઇ
સ્વર - દિપાલી સોમૈયા
નંદલાલ નહિ રે આવું, ઘરે કામ છે,
તુલસીની માળામાં શ્યામ છે;
વનરા તે વનને મારગ જાતાં,
રાધા ગોરી ને કાન શ્યામ છે.
વનરા તે વનમાં રાસ રચ્યો છે,
સહસ્ત્ર ગોપી ને એક કહાન છે;
વૃંનરા તે વનને મારગ જાતાં,
દાણ આપ્યાની ઘણી હામ છે.
વનરા તે વનની કુંજ ગલનમાં,
ઘેર ઘેર ગોપીઓનાં ઠામ છે;
આણી તીરે ગંગા પેલી તીરે જમુના,
વચમાં ગોકુળિયું ગામ છે.
ગામનાં વલોણાં મારે મહીનાં વલોણાં,
મહીડાં ઘૂમ્યાની ઘણી હામ છે;
બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
ચરણકમળ સુખધામ છે.
(શબ્દો - સ્વર્ગારોહણ)
0 પ્રત્યાઘાતો:
Post a Comment