કહુ છુ જવાની ને - અવિનાશ વ્યાસ
આજે આપણા ગાયક રફીસાહેબની પુણ્યતિથિ છે. તેમને સ્વરાંજલી અર્પીએ આ દંતકથારૂપ ગીતથી.
કવિ - અવિનાશ વ્યાસ
સ્વર - મહમદ રફી
કહુ છુ જવાની ને પાછી વળી જા…
કહુ છુ જવાની ને પાછી વળી જા
કે ઘડપણ નુ ઘર મારુ આવી ગયુ છે
મન ને ન ગમતું ઘડપણ નુ ડહાપણ પણ
તન તારુ સગપણ ભુલાવી રહ્યુ છે
કહુ છુ જવાની ન
મન ની સ્થિતી હંમેશા આશિક રહી છે
ને કાલે જ મે કોઈને માશુક કહી છે
ફરી પાછા મળશું પાગલ થવાને
હમણા તો ડહાપણ ભાઈ સતાવી રહ્યું છે
કહુ છુ જવાની ને
મોહબ્બત તો મારો હક છે જનમ નો
ને સાથી હતો ને રહ્યો છુ સનમ નો
ઘડપણ ને કહું છુ કે માફી દઈ દે
મોહબ્બત થી મુજને ભાઈ ફાવી ગયું છે
કહું છુ જવાની ને પાછી વળી જા
કે ઘડપણ નુ ઘર મારું આવી ગયું છે.
(શબ્દો - શબ્દોનું સરોવર)
0 પ્રત્યાઘાતો:
Post a Comment