કોઇ ધોધમાર વરસે રે - હિતેન આનંદપરા
આજે અમદાવાદમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા. વાદળોના ગડગડાટ સાંભળીને જે રોમાંચ થયો છે, તે અવર્ણનીય છે. માણીયે આ વર્ષાગીત.
કવિ - હિતેન આનંદપરા
કોઇ ધોધમાર વરસે રે સૈ,
નસનસમાં તસતસતી ભીંસ કોઇ આવીને,
કહે છે તું આજ ગઇ...
હાથ હાથ આવીને છટકી જવાના ખેલ,
રમવામાં હાર બી તો થાય;
રાત રાત આવીને સામે ઉભી રે તો,
નીકળે છે શરમાતી હાય,
ઉછળતા મોંજામાં ભીંજાતી પાનીએ,
ઝાંઝર બોલે છે તા થૈ.
વેંત વેંત અંતરને ઓછું કરીને,
કોઇ ધીરેથી આવે છે ઓરું,
હેત હેત ઉછળે જ્યાં મારી ચોપાસ,
કહે કેમ કરી રહેવું ને કોરું,
છલબલતી જાતથી હું એવી ઢોળાઇ કે,
મારામાં બાકી ના રહી.
0 પ્રત્યાઘાતો:
Post a Comment