ગરજ ગરજ ઘન બરસો - વર્ષાગીત
કાલે અમદાવાદમાં મેઘ મુશળધાર પડ્યો. કદાચ મન મૂકીને વરસવું કોને કહેવાય તે કાલે જોવા મળ્યું. દુકાળના ડાકલા વચ્ચે પાણી ખુંદવાની મજા જ કોઇ અનેરી હતી. વરસાદમાં સાંગોપાંગ ભીંજાવાની મજા અને પછી ઠંડીમાં ધ્રુજવાની મજા. માણીયે મલ્હારનું આ ગીત.
સ્વર - આશા ભોંસલે
ના શ્રાવણ ના ઋતુ વર્ષાની,
ના વાદળ ના****
*****
ગરજ ગરજ બરસો ઘનઘન
દીપકથી દાઝેલા તનને
શીતલ જલથી ભરજો...
તરસ્યાની આ તરસ છીપાવે
હે વાદળ કોને મનભાવે,
આકાશે આ હેલ છલોછલ
સંઘરીને શું કરશો?
પર દુઃખમાં થઇને દુખિયારા,
લઇએ ખોળામાં અંગારા
જલતાને આ રાત જુગજુગ
ઠાર્યા એવા ઠરજો.
સ્વર - આશા ભોંસલે
ના શ્રાવણ ના ઋતુ વર્ષાની,
ના વાદળ ના****
*****
ગરજ ગરજ બરસો ઘનઘન
દીપકથી દાઝેલા તનને
શીતલ જલથી ભરજો...
તરસ્યાની આ તરસ છીપાવે
હે વાદળ કોને મનભાવે,
આકાશે આ હેલ છલોછલ
સંઘરીને શું કરશો?
પર દુઃખમાં થઇને દુખિયારા,
લઇએ ખોળામાં અંગારા
જલતાને આ રાત જુગજુગ
ઠાર્યા એવા ઠરજો.
0 પ્રત્યાઘાતો:
Post a Comment