હું શું માગું? - સુંદરજી બેટાઇ
કવિ સુંદરજી બેટાઇના જન્મદિનના દિવસે માણીયે આ કાવ્ય.
કણ કણનો માંગણ હું ને તું દુનિયાનો દાતાર રે,
હું શું માગું?
જલબિન્દુનો તરસ્યો હું, તું શાંતિનો દરિયાવ રે,
હું શું માગું?
કાળપાળ વચ્ચે હું બાંધ્યો, તારો મુક્ત વિહાર રે,
હું શું માગું?
સુંદરતાના અણુ ઝંખુ, તું સુંદરતા સાક્ષાત રે,
હું શું માગું?
ઘન તિમિરે દ્રષ્ટિ ગુંગળાતી, તું તો સતત પ્રકાશ રે,
હું શું માગું?
શોક અગનમાં ધગધગતો હું, તું તો પરમવિલાસ રે,
હું શું માગું?
ડગડગ બુદ્ધિ પામે શ્રમ, તું તો શાશ્ર્વત ચૈતન્ય રે,
હું શું માગું?
આતમ ટવળે મુજ અવિરામ, તું ઉત્તમ ધામ રે,
હું શું માગું?
પાંખ ગઇ પીંખાઇ મારી, તું તો નિત્યવિકાસ રે,
હું શું માગું?
પ્રેમલ સ્પર્શ કરીને સત્વર પાછી તું પ્રગટાવ રે,
હું શું માગું?
0 પ્રત્યાઘાતો:
Post a Comment