Sunday 9 September 2012

મને ઝાકળ જેવું - વીરૂ પુરોહિત

કવિ - વીરૂ પુરોહિત
સ્વર - હેમા દેસાઇ
સંગીત - આસિત દેસાઇ




કે મને ઝાકળ જેવું તો કંઇક આપો,
દરિયાની કામનાને વાચા ફૂટો તો કહે,
વાદળ જેવું તો કંઇક આપો.

આરપાર દ્રષ્ટીના ઉત્તરે જળકાફલા,
એવી છે ખીણ મારી આંખમાં,
ઇચ્છાના પંખી લઇ ઉડ્યા આકાશ,
મારી છાતી ધબક્યાની રાત પાંખમાં.

કોણ જાણે કેવી છે પવનોની વાત,
મને અટકળ જેવું તો કંઇક આપો.

જંગલ એવું છે કે આસપાસ ઘુમરાતા,
ટહુકાઓ જીરવ્યા જીરવાય નહીં,
સૂરજ ઉગે ને રોજ થઇ જાઉં વેરાન,
મારા પડછાયા ઝાલ્યા ઝલાય નહીં.

મારી એકાદી આંગળીને કાપી કરું કલમ,
કાગળ જેવું તો કંઇક આપો.

0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP