Tuesday 11 September 2012

જગતપ્યાલો - ઉમાશંકર જોશી

કવિ - ઉમાશંકર જોશી
સ્વર - શેખર સેન
સંગીત - અમર ભટ્ટ



હેજી ભાઇ, લ્યો આ જગત ભર પ્યાલા,
જતન સુ પીઓ પીઓ મતવાલા,
રે કોઇ પીઓ પીઓ મતવાલા.

એરે પ્યાલામાં અમરત ઉછળે,
ઉડે રસનની ધારા,
ભીતર વખ ઘોળાય અહર્નિશ,
પીએ કોઇ જન ન્યારા.
ભરભર પીઓ પીઓ મતવાલા.
રે કોઇ પીઓ પીઓ મતવાલા.

મિલન વિરહના બુદબુદ વિલસે,
પલપલ રંગ પલટતાં, 
અશ્રુઓ ઘના ઉઠે ઉભરાય,
સ્મિત ચમત્કાર ઊમટતા,
રે કોઇ પીઓ પીઓ મતવાલા,
જતનથી પીઓ મતવાલા.

ભીતર છલકે જીવન જ્હાન્વી
મલકે મૃત્યુની જમુના,
હસતા રમતાં જે કોઇ પીલે,
માણે બ્રહ્મની રમણા,

રે કોઇ પીઓ પીઓ મતવાલા.

પ્રભુતા પીઓ પીઓ મતવાલા.
જતન સુ પીઓ પીઓ મતવાલા,

0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP