બેસૂર સાજ સંસાર રે - અવિનાશ વ્યાસ
કવિ, સંગીત - અવિનાશ વ્યાસ
સ્વર - હંસા દવે
બેસૂર સાજ સંસાર રે,
મારો મળ્યો મળે નહીં તાર...
ગાયા કંઇયે વિધ વિધ રાગ,
અંતે છેડ્યો મેં વૈરાગ,
લઇ જાશે ભવની પાર રે,
થઇ ભવભવનો સથવાર.
મારો મળ્યો મળે નહીં તાર...
સ્વર - હંસા દવે
બેસૂર સાજ સંસાર રે,
મારો મળ્યો મળે નહીં તાર...
ગાયા કંઇયે વિધ વિધ રાગ,
અંતે છેડ્યો મેં વૈરાગ,
લઇ જાશે ભવની પાર રે,
થઇ ભવભવનો સથવાર.
મારો મળ્યો મળે નહીં તાર...
સમતાનો જ્યાં ષડ્જ મળે નહીં,
રિષભ મળે નહીં, રહેમભર્યો,
મૃદુવચની જ્યાં મળે નહીં મધ્યમ,
જ્યાં ઘમંડના ગાંધાર રે,
ત્યાં કેમ મળે મ્હારો તાર?
પરદુઃખીનો પંચમ ના બોલે,
ધનિકનો થઇ ધૈવત ડોલે.
નહિ નિર્બળનો નિષાદ રે,
ત્યાં કેમ મળે મ્હારો તાર?
0 પ્રત્યાઘાતો:
Post a Comment