સોનાવાટાકડી જેવું આ કાળજું - પન્ના નાયક
આજે વિદેશીની પન્ના નાયક ૭૯ વર્ષના થયા. પન્ના નાયકના કાવ્યમાં એક પ્રવાહ હોય છે, લાગણીનું પૂર હોય છે. આ પૂર સામે ભાગ્યે જ તમે ટકી શકો. પન્નાબહેનને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા સાથે માણીયે આ ગીત.
કવિ - પન્ના નાયક 'વિદેશીની'
સ્વર - પૌરવી દેસાઇ
સોના વાટકડી જેવું આ કાળજું
ને યાદનું કેસર ઘોળ્યા કરું
આંખની સામે જે ચહેરો હતો
એ ચહેરાને હું તો ખોળ્યાં કરું.
સાંજનું ઉદાસ આ કેવું આકાશ
અમે ઊડેલાં પંખીને ગોતી રહ્યાં
સૂમસામ પડી છે તારી પથારી
મારા તકિયા પર આંસુઓ મોતી થયાં
મનમાં ને મનમાં હું તારા આ નામને
એકલી ને એકલી બોલ્યાં કરું.
બારણા ની બ્હાર આ રસ્તો પડયો છે
પણ ચાલવાનું મન મને થાતું નથી.
ક્યારનો ઉજાગરાનો દીવો બળે છેઃ
કહે, દીવાને કેમ કરી ઓલવ્યાં કરું.
0 પ્રત્યાઘાતો:
Post a Comment