કોરી મોરી ગઇ'તી સૈયર - હરીશ વટાવવાળા
કવિ - હરીશ વટાવવાળા
સ્વર - હેમા દેસાઇ
સંગીત -આસિત દેસાઇ
કોરી મોરી ગઇ'તી સૈયર,
ભીને વાને ગઇ'તી સૈયર
ચૂંદડી ચટકા લેતી સૈયર,
રંગ બાંધણી વરસી સૈયર, વરસી સૈયર
રોજ સવારે ઝાકળ જોયા,
લીલા લીલા ઘાસમાં ઉગ્યા,
ઘાસમાં ઉગ્યા ટહૂકાને
મોરપીંછમાં મળતી સૈયર.
ફળિયું ડેલું સાવ છલોછલ,
ઘરનો ઓરડો ખાલી, સૈયર,
આંખ ભરીને આંખમાં બેઠા,
શમણા લઇને સાત સરોવર
સાત સરોવર પાળે બેસી,
ઝાકળમાં કંઇ મળતી સૈયર.
હાથમાં લઇને હાથનું ગુંથળ,
રજનીગંધા ભરતી, સૈયર,
આસપાસમાં રંગ વછોળી,
પ્રેમ ભરીને ઘેનનું વાણું
ઘેનનું વાણું હાડમાં ભરી
સૂરજ ટહૂકે ભરતી સૈયર
સ્વર - હેમા દેસાઇ
સંગીત -આસિત દેસાઇ
કોરી મોરી ગઇ'તી સૈયર,
ભીને વાને ગઇ'તી સૈયર
ચૂંદડી ચટકા લેતી સૈયર,
રંગ બાંધણી વરસી સૈયર, વરસી સૈયર
રોજ સવારે ઝાકળ જોયા,
લીલા લીલા ઘાસમાં ઉગ્યા,
ઘાસમાં ઉગ્યા ટહૂકાને
મોરપીંછમાં મળતી સૈયર.
ફળિયું ડેલું સાવ છલોછલ,
ઘરનો ઓરડો ખાલી, સૈયર,
આંખ ભરીને આંખમાં બેઠા,
શમણા લઇને સાત સરોવર
સાત સરોવર પાળે બેસી,
ઝાકળમાં કંઇ મળતી સૈયર.
હાથમાં લઇને હાથનું ગુંથળ,
રજનીગંધા ભરતી, સૈયર,
આસપાસમાં રંગ વછોળી,
પ્રેમ ભરીને ઘેનનું વાણું
ઘેનનું વાણું હાડમાં ભરી
સૂરજ ટહૂકે ભરતી સૈયર
0 પ્રત્યાઘાતો:
Post a Comment