Thursday 28 March 2013

પોળ પછવાડે પરબડી - લોકગીત

ફિલ્મ - સોરઠની પદમણી
સ્વર - પ્રફુલ્લ દવે, ઉષામંગેશકર




પોળ પછવાડે પરબડીને વચમાં લીમડાનું ઝાડ,
હો રાજવણ, ઘૂમટો ઓઢીને તમે ક્યાં હાલ્યા?
વગડા વચ્ચે વેલડી ને વચમાં સરવર ઘાટ

હો રાજવણ, ઘૂમટો ઓઢીને તમે ક્યાં હાલ્યા?


ઘૂમટાંમાંથી નજરું ચોરી તુજને જોતી રહું
વાંકી અખિયા વાગે કાળજે, હૈયું ગોતે જવું
આછીરંતુબલ આંખડીયુંને અંગરખુ છે લાલ,

હો રાજવણ, ઘૂમટો ઓઢીને તમે ક્યાં હાલ્યા?

હવે કેટલું છે હાલવાનું બાકી,
ગરસિયા તે તો હાલતી ને હાલતી મુને રાખી?
તે તો એવી કેવી ભૂરકી મને નાંખી,
ગરસિયા તે તો હાલતી ને હાલતી મુને રાખી?
વાહલપની વાત કદી ખૂટી ના ખૂટતી
ને મનડાનો મળી ગયો મેળ,
હળવેથી ઝાંઝર ઝણકાવજો હો ગોરી,
ને રૂપ દેજો ઘુંઘટમાં ઢાંકી.

નાકે નથણી ચરણે ઝાંઝર હૈયે હેમનો હાર,
હાલો ત્યારે ઘરણી ધમકે, આંખે રૂપનો ભાર
પગ પરમાણે મોજલડી જાણે હંસી ચાલે ચાલ,
હો રાજવણ, ઘૂમટો ઓઢીને તમે ક્યાં હાલ્યા?

ગોરી, હૈયાની વાત રહી બાકી,
ગરાસણી એથી હાલતી ને હાલતી રાખી,
હાલતી ને હાલતી રહેશે મારા વાલમાં પ્રીતડીની રંગરેલ,
મળ્યો મનડાને ગમતો, ઝીણી વાલપની વાંસલડી રાખી

0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP