મારી ગાગરડીમાં ગંગા જમુના રે - અવિનાશ વ્યાસ
આજનું આ ગીત મને ગુજરાતના ગામડાની યાદ અપાવે છે. ગામડાના કુવા પર વહેલી સવારે પનિહારિયો પાણી ભરવા જાય ત્યારે તેમના ઝાંઝરનો મધુર રણકાર સંભળાતો હોય. એની સાથે તેઓ જુદા જુદા ગીત પણ ગાતાં હોય.આ ગીતમાં પણ પનિહારિયો પોતાની ગાગરમા જાણે ગંગા કે યમુનાના પાણી ભરીને લાવ્યા હોય તેવી મસ્તીથી ચાલે છે. જાણે પાણી પણ અંદર અંદર છાની વાત ના કરતુ હોય તેમ લાગે હે.
મારી ગાગરડીમાં ગંગા જમુના રે, પનઘટ પાણી મારે જાવા નથ.
નથ નીર હવે બીજા મારે ખપના રે, પનઘટ પાણી મારે જાવા નથ.
ભરી રે તલાવડીમા ચંદરનો છાયો, પાણી રે ભરતા મારે બેડલે પૂરાયો
હો..........હો.........
મારી ગાગરડીમા પાણી પૂનમના રે, પનઘટ પાણી મારે જાવા નથ
ઘટમાં પાણી ઘુંઘટમા પાણી, પાણીથી પાણી કરે વાત્યું રે છાની
હો..........હો.........
મારી ગાગરડીમા પાણી તનમનનાં રે, પનઘટ પાણી મારે જાવા નથ

મારી ગાગરડીમા પાણી તનમનનાં રે, પનઘટ પાણી મારે જાવા નથ........
સ્વર??
ગીત અને સંગીત - અવિનાશ વ્યાસ
સ્વર - સુલોચના વ્યાસ
મારી ગાગરડીમાં ગંગા જમુના રે, પનઘટ પાણી મારે જાવા નથ.
નથ નીર હવે બીજા મારે ખપના રે, પનઘટ પાણી મારે જાવા નથ.
ભરી રે તલાવડીમા ચંદરનો છાયો, પાણી રે ભરતા મારે બેડલે પૂરાયો
હો..........હો.........
મારી ગાગરડીમા પાણી પૂનમના રે, પનઘટ પાણી મારે જાવા નથ
ઘટમાં પાણી ઘુંઘટમા પાણી, પાણીથી પાણી કરે વાત્યું રે છાની
હો..........હો.........
મારી ગાગરડીમા પાણી તનમનનાં રે, પનઘટ પાણી મારે જાવા નથ
નથ નીર હવે બીજા મારે ખપના રે, પનઘટ પાણી મારે જાવા નથ.
મારી ગાગરડીમા પાણી તનમનનાં રે, પનઘટ પાણી મારે જાવા નથ........
0 પ્રત્યાઘાતો:
Post a Comment