આંખોથી લઇશું કામ - સૈફ પાલનપુરી
આજે એક પ્રેમસભર રચના લઇ આવ્યો છું.કહે છે કે પ્રેમીઓને લાગણી વ્યક્ત કરવ માટે શબ્દોની જરૂર પડતી નથી. આંખોથી જ એક બીજાના મનની વાતો ન જાણી લે છે. એવો જ ભાવ આ કાવ્યમા વ્યક્ત થાય છે. કવિ ન બોલીને જ જાણે બધુ જ કહી દે છે અને સો પ્રેમ હોય તેની મટે શબ્દોની જરૂર પડ્તી નથી. આ ગીત સાંભળવાનું ચુક્તા નહી. અને હા કાલે વેલેન્ટાઇન દિવસ છે. તો કાલની એક સરપ્રાઇસ માટે પણ તૈયાર થઇ જાવ?!!!
કવિ - સૈફ પાલનપુરી
સ્વર,સંગીત - મનહર ઉધાસ
એક રાતે ભર સભામાં, મારી ગઝલો સાંભળી એક ગભરું નારનાં ગાલો ગુલાબી થઇ ગયાં,
દ્રશ્ય આ ર્ંગીન જોઇને શાયરોના જુથમાં, જે શરાબી ન હતા તે પણ શરાબી થઇ ગયા.
આંખોથી લઇશું કામ, હવે બોલવું નથી,
રૂપાળું એક નામ, હવે બોલવું નથી.
યૌવનમા એક રેશમી સાહસ કર્યું હતુ,
કેવુ મળ્યુ ઇનામ, હવે બોલવું નથી.
આંખોથી લઇશું કામ, હવે બોલવું નથી.
પૂછોના પ્રીત મોંઘી કે સસ્તી છે દોસ્તો,
ચૂકવી દીધા છે દામ, હવે બોલવું નથી.
આંખોથી લઇશું કામ, હવે બોલવું નથી.
લ્યો સામે પક્ષે 'સૈફ' નજર નીચી થઇ ગઇ,
શબ્દો હવે હરામ , હવે બોલવું નથી.
આંખોથી લઇશું કામ, હવે બોલવું નથી,
રૂપાળું એક નામ, હવે બોલવું નથી.
0 પ્રત્યાઘાતો:
Post a Comment