
સ્થૂળ દેખાતી પ્રકતિની અને માનવમનની કેટલીક ગતિવિધિઓ સુક્ષ્મ હોય છે. જળના છેક તળિયે લપાઇ બેઠેલી લીલને મળવાનુ સૂર્યકિરણને મન થાય તે સહજ છે. પારદર્શી જળ વીંધીને સૂર્યકિરણ લીલને મળે છે ત્યારે જળનુ રેશમપોત કંપે છે, એમા ભાવસ્પંદનની લહેરો ઊઠે છે. કિરણ એટલે તો કપોત થઇને ઝુક્યું એમ કવિ વર્ણવે છે. કપોતમા ઉષ્મા ને શાંતિ છે. અહીં લીલ-કિરણના મિલન ટાણે નીરવની વાંસળીઓના અનેક સૂરોની રમણા મૌન રૂપે અનુભવાય છે. આતો દ્યાવા પૃથિવીનુ મિલન છે. પ્રકૃતિ લીલાને વર્ણવતુ આ ગીત ઘણું આસ્વાધ છે.
કવિ - સુરેશ દલાલ
સ્વર - સોનિક સુથાર
સંગીત - અમર ભટ્ટ
લીલ લપાઇ બેઠી જળને તળિયે;
સુર્યકિરણને એમ થયું કે લાવ જઇને મળીયે !
કંપ્યુ જળનું રેશમ પોત;
કિરણ તો ઝૂક્યું થઇ કપોત.
વિધવિધ સ્વરની રમણા જંપી નિરવની વાંસળીયે !
હળવે ઉતરે આખું વ્યોમ;
નેણને અણજાણી આ ભોમ
લખ લખ હીરા ઝળકે ભીનાં તૃણ તણી આંગળીયે !
0 પ્રત્યાઘાતો:
Post a Comment