અમે ફેરફુદરડી ફરતાં'તાં - મૂળજીભાઇ ભગત
આજે એક બાળગીતની મજા માણીયે.
ગીત - મૂળજીભાઇ ભગત
અમે ફેરફુદરડી ફરતાં'તાં
ફેરફુદરડી ફરતાં ફરતાં
પડી જવાની કેવી મજા !
અમે સાતતાળી રમતાં'તાં
અમે દોડંદોડા કરતાં'તાં
દોડંદોડા કરતાં કરતાં
બેસી જવાની કેવી મજા !
અમે સંતાકૂકડી રમતાં'તાં
અમે ખોળંખોળા કરતાં'તાં
ખોળંખોળા કરતાં કરતાં
સંતાઇ જવાની કેવી મજા !
અમે આંબલી પીપળી રમતાં'તાં
અમે ઝાડેઝાડે ચઢતાં'તાં,
ઝાડેઝાડૅ ચઢતાં ચઢતાં
લપસી જવાની કેવી મજા !
અમે ઉંદર-બિલ્લિ રમતાં'તાં
અમે ચૂં ચૂં મ્યાંઉ મ્યાંઉ કરતાં'તાં
ચૂં ચૂં મ્યાંઉ મ્યાંઉ કરતાં કરતાં
નાસી જવાની કેવી મજા !
ગીત - મૂળજીભાઇ ભગત
અમે ફેરફુદરડી ફરતાં'તાં
ફેરફુદરડી ફરતાં ફરતાં
પડી જવાની કેવી મજા !
અમે સાતતાળી રમતાં'તાં
અમે દોડંદોડા કરતાં'તાં
દોડંદોડા કરતાં કરતાં
બેસી જવાની કેવી મજા !
અમે સંતાકૂકડી રમતાં'તાં
અમે ખોળંખોળા કરતાં'તાં
ખોળંખોળા કરતાં કરતાં
સંતાઇ જવાની કેવી મજા !
અમે આંબલી પીપળી રમતાં'તાં
અમે ઝાડેઝાડે ચઢતાં'તાં,
ઝાડેઝાડૅ ચઢતાં ચઢતાં
લપસી જવાની કેવી મજા !
અમે ઉંદર-બિલ્લિ રમતાં'તાં
અમે ચૂં ચૂં મ્યાંઉ મ્યાંઉ કરતાં'તાં
ચૂં ચૂં મ્યાંઉ મ્યાંઉ કરતાં કરતાં
નાસી જવાની કેવી મજા !
0 પ્રત્યાઘાતો:
Post a Comment