ભરતનાટ્યમ : અસ્મિતાપર્વ
ગુજરાતના જાણીતા કથાકાર મોરારી બાપુ દ્વારા દર વર્ષે તેમના આશ્રમમા 'અસ્મિતાપર્વ'નું આયોજન કરવામા આવે છે. આ પર્વમા દેશના જાણીતા કલાકારોનું સન્માન કરવામા આવે છે. આ વર્ષે પણ તારીખ ૨૭ માર્ચથી ૩૦ માર્ચ સુધી આ પર્વનું આયોજન કરવામા આવ્યું છે. તેમા ૩૦ માર્ચ અને હનુમાન જયંતિના શુભદિને પ્રખ્યાત ગાયિકા લતા મંગેશકરને 'હનુવંત વિજયપદ્મ' એનાયત કરવામા આવનાર છે. અભિષેક તરફથી તેમને ખુબ ખુબ શુભેચ્છા. તેમના ઉપરાંત જાણીતી શાસ્ત્રીય નૃત્યાંગના યામીની કૃષ્ણામૂર્તી, સિતારવાદક અબ્દુલ હાલીમ ઝફરખાન અને તબલાવાદક સપન ચૌધરીનું પણ સન્માન કરવામા આવનાર છે. અભિષેક તે સહુને ખુબ ખુબ અભિનંદન આપે છે અને આજથી ચાર દિવસ તેમની કળાનો ઉત્સવ માણીયે.
આજે શરૂઆત કરીયે યામીની કૃષ્ણામૂર્તીથી. તેમના ભરતનાટ્યમ નૃત્યનો આનંદ માણીયે.
0 પ્રત્યાઘાતો:
Post a Comment