ફૂલ ખીલ્યું ઉપવનમાં - પન્ના નાયક
કવયિત્રી - પન્ના નાયક
સ્વર - સોનિક સુથાર, ઝરણાં વ્યાસ
ફૂલ ખીલ્યું ઉપવનમાં તો અજવાળું અજવાળું
ભમરાઓ તો મનમાં ગુંજે ગીત ગહન, મરમાળું
વાસંતી સંદેશો લઇ,
મનમાં ઉડે આમ તેમ
દિશ દિશમાં સુગંધી સૂરજ
છલકાવે છે પ્રેમ
કંઠ છલકતી કોયલને હું કેમ કરી સંભાળું?
ભમરાઓ તો મનમાં ગુંજે ગીત ગહન, મરમાળું
આપણ ક્યાંયે જવું નથીજી
ઊડે સૂર-ગુલાલ
એકમેકના રંગે-સંગે
આપણ ન્યાલમન્યાલ
આંખોમાં રેશમિયાં મનનાં સપનાંને પંપાળું
ભમરાઓ તો મનમાં ગુંજે ગીત ગહન, મરમાળું
સ્વર - સોનિક સુથાર, ઝરણાં વ્યાસ
ફૂલ ખીલ્યું ઉપવનમાં તો અજવાળું અજવાળું
ભમરાઓ તો મનમાં ગુંજે ગીત ગહન, મરમાળું
વાસંતી સંદેશો લઇ,
મનમાં ઉડે આમ તેમ
દિશ દિશમાં સુગંધી સૂરજ
છલકાવે છે પ્રેમ
કંઠ છલકતી કોયલને હું કેમ કરી સંભાળું?
ભમરાઓ તો મનમાં ગુંજે ગીત ગહન, મરમાળું
આપણ ક્યાંયે જવું નથીજી
ઊડે સૂર-ગુલાલ
એકમેકના રંગે-સંગે
આપણ ન્યાલમન્યાલ
આંખોમાં રેશમિયાં મનનાં સપનાંને પંપાળું
ભમરાઓ તો મનમાં ગુંજે ગીત ગહન, મરમાળું
0 પ્રત્યાઘાતો:
Post a Comment