છાનું રે છપનું કંઇ થાય નઇ - અવિનાશ વ્યાસ
ગીત - અવિનાશ વ્યાસ
ફિલ્મ - સોનબાઇની ચુંદડી
સ્વર - આશા ભોંસલે
ઝમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય
એક ઘાયલ ને પાયલ બે છૂપ્યા છૂપાય નઇ
ઝાંઝરને સંતાડી રાખ્યું રખાય નઇ
આંખ્યો બચાવી ને આંખના રતનને
પરદામાં રાખીને સાસુ નણંદને
ચંપાતા ચરણો એ મળ્યુ મળાય નઇ
નણદી ને નેપૂર બે એવા અનાડી
વ્હાલા પણ વેરી થઇ ખાય મારી ચાડી
આવેલા સપનાનો લ્હાવો લેવાય નઇ
0 પ્રત્યાઘાતો:
Post a Comment