કે વાયરા વાયા વસંતનાં. - રિષભ ગૃપ
ગીત, સ્વર - રિષભ ગૃપ (વડોદરા)
બેઠી'તી મૂંગી હું તો સપનાની કુંજમા,
આછો સંચાર થયો પલ્લવનાં પૂંજમા
મારા હૈયાંના પાલવમાં ગુંજતા,
કે વાયરા વાયા વસંતનાં.
સળવળીયા લોચન દસે દિશ દિશની કેડીયે,
કોની એ વાટ જુએ ચડી મન મેડીયે
રમે રગ રગ માંહી રુમઝુમતા,
કે વાયરા વાયા વસંતનાં.
મારા પાલવને છેડલે રમતાં,
કે વાયરા વાયા વસંતનાં.
બેઠી'તી મૂંગી હું તો સપનાની કુંજમા,
આછો સંચાર થયો પલ્લવનાં પૂંજમા
મારા હૈયાંના પાલવમાં ગુંજતા,
કે વાયરા વાયા વસંતનાં.
સળવળીયા લોચન દસે દિશ દિશની કેડીયે,
કોની એ વાટ જુએ ચડી મન મેડીયે
રમે રગ રગ માંહી રુમઝુમતા,
કે વાયરા વાયા વસંતનાં.
0 પ્રત્યાઘાતો:
Post a Comment