વૈષ્ણવજન - નરસિંહ મહેતા
મહિના પહેલા હું જૂનાગઢ ગયો હતો ત્યારે બ્લોગ પર આ ગીત મન્ના ડેના સ્વરમા મુક્યું હતું. ત્યાર બાદ અસિત દેસાઇના સ્વરમા મુક્યું. પણ મને લતાજીના અવાજમાં આ ગીતની તપાસ હતી. આખરે મારી આ શોધ પૂરી થઇ. એટલું જ નહી એક પર એક ફ્રીની જેમ મને લતાજીની સાથે અનુરાધા પૌંડવાલ અને કીર્તિ સાગઠીંયાના સ્વરમા પણ આ ગીત મળી ગયું. તો હવે પાંચ પાંચ સ્વરમા માણો નરસૈંયાની આ અમર રચના. અને હા, નીચેનુ વર્ણન હુ બદલતો નથી. તે ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૦નું છે.
આજે હું જૂનાગઢમાં છું. નાનપણથી જ મેઘણીની 'સૌરાષ્ટ્રની રસધાર', મનશીની 'પાટણની પ્રભુતા','ગુજરાતનો નાથ' વગેરે કૃતિઓએ જૂનાગઢનું એક અલગ જ કલ્પનાચિત્ર તૈયાર કર્યું હતું. ઊંચો ગિરિનાર ડુંગર, મજબૂત કિલ્લો અને તેથીય અડીખમ તેનો રા'. જૂનાગઢની છેલ્લી બે મુલાકાતમા આ કલ્પનાચિત્ર લગભગ સાચું પણ થર્યું છે.
આજે હું જૂનાગઢમાં છું. નાનપણથી જ મેઘણીની 'સૌરાષ્ટ્રની રસધાર', મનશીની 'પાટણની પ્રભુતા','ગુજરાતનો નાથ' વગેરે કૃતિઓએ જૂનાગઢનું એક અલગ જ કલ્પનાચિત્ર તૈયાર કર્યું હતું. ઊંચો ગિરિનાર ડુંગર, મજબૂત કિલ્લો અને તેથીય અડીખમ તેનો રા'. જૂનાગઢની છેલ્લી બે મુલાકાતમા આ કલ્પનાચિત્ર લગભગ સાચું પણ થર્યું છે.
તો આજે ચાલો જૂનાગઢની થોડી વાતો કરીયે. શરૂઆત તેના રેલ્વેમથકથી જ કરીયે તમેને થશે કે રેલ્વેમથકમા વળી એવૂં તો શું રખ્યું છે.મે જ્યારે પહેલી વાર રેલ્વે સ્ટેશન પર્ત પગ મૂક્યો તેની સાથે જ મને કેતન મહેતાની movie 'સરદાર'નું એ અદભૂત દ્ર્શ્ય યાદ આવી ગયું. આ જ રેલ્વેમથકના પટાંગણમા સરદાર પટેલ જૂનાગઢની પ્રજાને ભરતસંઘમા જોડાવું કે પાકિસ્તાન સાથે જોડાવુ તેનો અભિપ્રાય પૂછે છે. અને એ જ વખતે whistleના અવાજ સાથે લોકોથી ખીચોખીચ ભરેલી ગાડી પસાર થાય્ છે. ગાડીમા બેઠેલી એકેક વ્યક્તિ સાથે જ આંગળી ઊંચી કરે છે ભારતમા જોડાવા માટે. સહુના રૂંવાડા ઉભા થૈ જાય તેવું દ્રશ્ય છે. નીચેનો વિડિયો જરૂર જોજો.
જૂનાગઢની બહુ જ વાતો કરવાની છે.પણ થોડી કાલ માટે તો બાકી રાખીયે! આજે તો ગીત સાંભળીયે.
કોઇ પણ વ્યક્તિ ગિરિનારની તળેટીમા બેઠો હોય તો એને નરસિંહ મહેતા સિવાય બીજા કોની રચના યાદ આવે?! તો આજે સાંભળીયે તેમની વિશ્વપ્રસિધ્ધ રચના 'વૈષ્નવજન'.
પદ - નરસિંહ મેહતા
સ્વર - મન્ના ડૅ
સ્વર, સંગીત - આસિત દેસાઇ
સ્વર - લતા મંગેશકર
સંગીત - ???
સ્વર - અનુરાધા પૌંડવાલ
સંગીત - ???
સ્વર - કીર્તિ સાગઠીંયા
સંગીત - ???
વૈષ્ણવજન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે.
સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે.
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે.
સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે.
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે.
મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે.
રામ નામ શું તાળી રે વાગી, સકળ તિરથ તેના તનમાં રે.
વણલોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે.
ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે.
0 પ્રત્યાઘાતો:
Post a Comment